ખજાનો શોધવાની એક ઈચ્છા સાવ ખોટી છે
હ્રદય ફંફોસવાની એક ઈચ્છા સાવ ખોટી છે
‘તિખારાને ખભા પર ઉંચકી ફરવું છે આખું વન’
રિસાયેલી હવાની એક ઈચ્છા સાવ ખોટી છે
જૂનો ચહેરાે ફરીથી આંખ સામે લાવવા માટે
અરીસો ખોદવાની એક ઈચ્છા સાવ ખોટી છે
સુગંધો માણવાની વાતમાં ખોટું નથી કંઈ પણ
સુગંધો માપવાની એક ઈચ્છા સાવ ખોટી છે
કહેલી વાતનો પડઘો પડે છે આપમેળે ત્યાં-
ફરીથી બોલવાની એક ઇચ્છા સાવ ખોટી છે
મજા આવે છે જ્યાં સૌને તમારી રાહ જોવામાં,
સમયસર પહોંચવાની એક ઈચ્છા સાવ ખોટી છે
ભાવિન ગોપાણી
No comments:
Post a Comment