Saturday, 4 November 2017

ગઝલ

"મા-બાપને ભુલશો નહી"

તારા થકી હુ જીવી રહ્યો છું.
તારા થકી હુ ખિલી રહ્યો છું.
રસ્તે હોય  કંટકે  કે  દરિયો,
આઇ તુજ થકી ઉડી રહ્યો છું.

ચરણ તારા હુ ચુમી રહ્યો છું.
સરણમાં તારા ઝુમી રહ્યો છું.
હોય જીવન વન કે પછી રણ,
તારા થકી હુ ભીંજાઇ રહ્યો છું.

તમસ ને હુ ખીજવી રહ્યો છું.
આલમથી હુ અતડો રહ્યો છું.
પીધો જામ મેં માવતર તણો,
દિવડા જેમ હુ દીપી રહ્યો છું.

ધાવણને હુ આજે પી રહ્યો છું.
માવતર કાજે હુ સરી રહ્યો છું.
કાવડ કૈ આજનુ નૈ કંધા પર,
હરજન્મે મા પર મરી રહ્યો છુ.

----જયદિપસિંહડાભી
     27-10-2017

No comments:

Post a Comment