ઉદાસી : એક અછાંદસ
ઉદાસ છું આજે :
એક્કેય લાઈક નહીં મારી પોસ્ટને
ફેસબુકમાં!
ત્રેપ્પન હજાર ગ્રુપમાં વાંચનારા
અને હજારો મિત્રો ...
અને એક્કેય લાઈક નહીં?
વાહવાહ ની તો વાત જ ક્યાં
જ્યાં કમેન્ટ જ વણસ્પર્શી?
ઉદાસ તો ખરો જ :
લખું ને કરું પોસ્ટ ફેસબુકમાં
ને મિત્રો પાનું ફેરવી દે આંગળીના ટેરવાથી
ફેસબુકનું, જોયા વિના ...
લાઈક અને કમેન્ટ રાહમાં
જો કોઈ સ્પર્શે, સહલાવે, ઉદ્ધારે ...
એવું ય હોય :
ફેસબુકિયા વાંચકો ને મિત્રો
લેતા હોય આનંદ માત્ર પાના ફેરવવાનો
આંગળીઓનાં ટેરવાંથી ...
ને કોઈ ગમતીલું ચિત્ર વળી આવી જાય
તો લઈ લેતા હોય સ્ક્રીનશોટ ...
આવી જાય મોજીલા વિડિઓ
તો ચૂકે કાંઈ સેવ કરવાનું?
એમ જ હશે!
પણ આ ઉદાસી :
મનના અંધારા અંતરાલમાં
પ્રગટીને ઘુમરાતી ઘુમરાતી
કદાચ ને
અવતરે
અછાંદસ થઈ!
બની શકે!
કદાચ!
- હરિ શુક્લ
૩૧-૧૦-૨૦૧૭
# રિવ્યુ માટે
No comments:
Post a Comment