અમે તમારે નામ લખ્યા છે કોરા કાગળ ખાસ્સા,
કેમ કરી આવડશે બોલો શબદ વગરની ભાષા.
ઉંડા જળભર સરવર તીરે રોજ આથમતી સાંજે,
પનઘટ પર પાયલની સાથે વિરહ વાંસળી બાજે.
દુર પણે જો ક્ષિતિજ સમાંતર લખ્યા લાલચટ્ટ જાસા.
કેમ કરી આવડશે બોલો શબદ વગરની ભાષા.
કેમ કહું હું કરમ કઠિનતા ક્યાં જઇ વાતો માંડુ,
કલમ પકડતા શ્યાહી ખુટી ગઇ અને કપાયું કાંડુ.
કોરો કાગળ લાગણી લથબથ ઉંડા ઘોર નિઃસાસા.
કેમ કરી આવડશે બોલો શબદ વગરની ભાષા.
-તુરી રાહુલ ઝીલ
No comments:
Post a Comment