દંભ ને દેખાવનો છે દૌર મારા દેશમાં,
જળ વગરના વાદળાં ઘનઘોર મારા દેશમાં .
રાજવીના મુખવટામાં ચોર મારા દેશમાં,
કાગડાઓ થઇ ગયા છે મોર મારા દેશમાં.
એમની દક્ષિણા કાજે કઈ હદે એ જાય છે !!
વ્યંઢળો પરણાવતાં છે ગોર મારા દેશમાં.
હું જ સારો , હું જ શાણો , હું જ સાચો, હું ખરો,
ચોતરફ "હું" "હું" નો કેવળ શોર મારા દેશમાં.
એક સાથે, શાંતચિત્તે , દેશ આખો , પ્રેમથી,
દેશની ખોદી રહ્યો છે ઘોર મારા દેશમાં.
મંદિરો ને મસ્જિદોનું લશ્કરો રક્ષણ કરે,
રામ અલ્લાહ કેટલા કમજોર મારા દેશમાં .
એક દિ તો ઉગશે 'કાયમ' હજુ વિશ્વાસ છે
એક સુંદર ને સુન્હેરી ભોર મારા દેશમાં.
કાયમ હઝારી
No comments:
Post a Comment