ઘણી રીતે પરસ્પર છું ;
હું મૂર્તિ છું કે પથ્થર છું ?
મને લાગ્યું ,સમંદર છું,
હું કિન્તુ कांठानुं ઘર छुं.
હું એવું એક કસ્તર છું,
ન નીચે છું,ન અધ્ધર છું.
ઉગે છે ઘાસ મારામાં,
ન ખેડાયેલું ખેતર છું.
*ઊંઘે છે કોણ મારામાં?*
*હું પથરાયેલ બિસ્તર છું.*
*તું કેવળ ઓમ એકાક્ષર,*
*હું ઘટનાઓ સવિસ્તર છું.*
ચિરંતન તું જ મારામાં,
હું તારામાં નિરંતર છું.
સતત ડંકાઉ દાંડી પર,
નગારુ છું કે ઝાલર છું ?
શબદ ઉકળે છે મારામાં,
કદી વાદળ છું ઝરમર છું.
વણેલી तें એ ચાદર છું,
હું કાશી છું યા મગહર છું.
*ભરત ભટ્ટ*
No comments:
Post a Comment