જો હરિ દે સાદ : ગઝલ
મારું ઘર છે તોય છોડી જઈશ હું!
ને બધાં સગપણને તોડી જઈશ હું!
જેમણે તોડ્યા સબંધો એમને
મારી સાથે હું જ જોડી જઈશ હું!
મેં વધાવી, જેમ આવી, એ ય પણ
કહે, હું મુશ્કેલી છું, થોડી જઈશ હું?
કાણી મટકીમાં તમે અમરત ભરો
તે પહેલાં મટકી ફોડી, જઈશ હું!
ભાંગલા પગ લઈને ખોડંગાઉં, પણ
જો હરિ દે સાદ, દોડી જઈશ હું!
- હરિ શુક્લ
૨૮-૧૦-૨૦૧૭
પ્રેરણા : કવિશ્રી વિનુ બામણિયા ની પોસ્ટ
No comments:
Post a Comment