Tuesday, 7 November 2017

ગઝલ

સમયની ગતી પણ ચલી ખુબ આડી,
તમારે ઇશારે દબી વાત તાડી.

નિકટતા વધારી રહ્યા દુર કિંતૂ,
હ્રદયની અમારી ઉમીદો જગાડી.

તમારાં વલણ ને સમજતાં સમજતાં,
જગેલા તકાજે બનાવ્યા અનાડી.

જગી આરજુએ તડપતા રહીને,
ધડકતી રહી છે ઘણી તેજ નાડી.

તમે ચાહશો તે નિછાવર કરીશું,
હવેતો ફગાવો પડી ગાંઠ જાડી.

ધરી લાખ ધીરજ વફાના વિચારે,
તરસતી નિગાહે નિયતના બગાડી.

વિરહ વેઠવાના પ્રસંગેજ માસૂમ,
પ્રણયની અગન ને વધારે લગાડી.

               માસૂમ મોડાસવી

No comments:

Post a Comment