Saturday, 4 November 2017

અછાંદસ

થોડીક લાગણીઓ !

સાચે જ તું મને છોડી દઇશ?
હેં ?
તો પછી સાંભળ,
જ્યારે વસંત આવે ત્યારે કોયલને કહેજે કે એ છાનીમાની રહે !
તારી યાદને સોનેરી સાંકળથી બાંધીને રૂપાળા પાંજરામાં પુરી મુકજે!
અને હા, આ વાદળને તો કહેજે સ્પષ્ટ શબ્દોમાં કે બિલકુલ ગરજે નહિ,
ને વીજળી તો સહેજપણ ચમકે નહિ!
મેઘો વરસે નહીં,
ને ધરતી લીલી ચાદર ઓઢે નહીં !
રાત્રે ચાંદને કહેજે કે ચાંદની ઘરે મૂકીને જ આવે!
ચકોર પક્ષી તો મારી નજરે જ ન આવવા જોઇએ !
અને હા,
આ બધું જો તારાથી થાય તો જ તું મને છોડજે !
મણિલાલ જે. વણકર

No comments:

Post a Comment