Thursday, 15 March 2018

ગઝલ

સપને આવી ક્યાં લગ છળવાનાં!
કંઈક   કારણ   શોધો   મળવાનાં.

જામ  નયનનાં, છલકે  મ્હેફિલમાં,
એમાં  કોણ  બરફ  થઈ પડવાનાં!

ફાગણ    માસે    હરખાતાં  ફૂલો,
વૈશાખે   તડકા   પણ   ગણવાનાં.

જોઈ તમને જ અવાચક થ્યો,આ
એંધાણ    બધાં   લાગે   લકવાનાં.

દર્પણ  મુખને  ઝાઝા  ધરતાં  નહીં,
મળશે    ચ્હેરા    ખોટા   ફતવાનાં.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment