🌹ગઝલ 🌹
(ગાલગાગા ગાલગાગા ગાલગા )
*************************
કેમ ઈચ્છાથી શ્વસી શકતાં નથી?
કેમ ઈચ્છાથી મરી શકતાં નથી?
સૌને પોતાના કરી શકતાં નથી;
સૌના તો દિલ પારખી શકતાં નથી!
કોઇના દિલમાં રહી શકતાં નથી;
રૂપિયા જે જીરવી શકતાં નથી!
એટલે અળખામણા છીએ અમે;
જેને ને તેને નમી શકતાં નથી!
પ્રેમમાં ગુલતાન છીએ એટલે;
કોઇનું કૈં સાંભળી શકતાં નથી!
દીકરી આપ્યા કરે કેવળ ખુશી;
કર્જ એનું ચૂકવી શકતાં નથી!
તેલ દિલનું રેડતા રે'શુંં અગર;
પ્રેમના દીપક ઠરી શકતાં નથી!
આપને ચોક્કસ અમે ગમતાં હશું;
આપ હજુ 'ના' તો કહી શકતાં નથી!
એની 'ઉત્સવ', વાહવાહી ના ખપે;
જે ગઝલ સાથે વહી શકતાં નથી!
~યોગેશ સામાણી 'ઉત્સવ', પોરબંદર.
No comments:
Post a Comment