ગયા શ્વાસો રહ્યા શબ્દો,વિલયને મોતના કહેશો,
ક્ષણોનાં મ્હેલમાં છું આ,સમયને મોતના કહેશો.
મરણ મારુ બને મશહૂર કિસ્સો શક્ય છે,દોસ્તો-
લખીને જાવ છું,મારા વિષયને મોતના કહેશો.
હવે આંખો ઉઘાડો કે મીંચીદો ફેર શું પડશે,
ગઝલગઢમાં થતા, મારા ઉદયને મોતના કહેશો.
ચિતા પર કે ન માટીમાં જવાનો હું,ગઝલ ઓઢી-
સદા ઈર્શાદ મળવાનો,અક્ષયને મોતના કહેશો.
વિરહ ટાણે રિસાઈ જાવમાં,અણસારને સમજો-
સ્મરણના દેશમાં થાશે,પ્રયણને મોતના કહેશો.
ડો.પરેશ સોલંકી.
No comments:
Post a Comment