Saturday, 17 March 2018

ગઝલ

આંખોથી તેં પાયું છે
એ આ હોઠે ગાયું છે.

ઝાકળ સ્પર્શે ફૂલોને
એમ તને સ્પર્શાયું છે.

ચીસો પાડી પડઘાશે
મૌન થયું રઘવાયું છે !

તાળી વાગે ના વાગે
નાટક તો ભજવાયું છે.

આવ્યું એવું જીવાયું
જીવન ક્યાં સમજાયું છે ?!

દૂર ગયા તારાથી તો
ખુદથી દૂર થવાયું છે.

આખું નભ છોડીને મન
પીંજરમાં અટવાયું છે.

- શબનમ

No comments:

Post a Comment