Thursday, 15 March 2018

ગઝલ

હૃદયમાં જ રહી ગઈ હૃદયની લાગણીઓ
ને ભીતર ધરબાઈ ગઈ સઘળી માંગણીઓ

ભીતરના દિપક પ્રગટાવવાની લ્હાયમાં જ
અમે જ સળગાવી છે અમારી આંગળીઓ

જાતને વીંધી નાખવાની હતી પરાકાષ્ઠા એ
માજા મુકે છે હવે આ રુદનની વાંસળીઓ

સંભળાય તો સાંભળી જુવો દર્દનો પોકાર
ડૂમો બની ચકચૂર થઈ છે આ પાંસળીઓ

સ્પંદનો યમુનાના કૈંક અકળાવી ગયા એમ
ધ્રુજી રહી છે ખુદ હવે કદંબની ડાળખીઓ

એક"પરમ"જ્વાળામાં હોમાઈ ગઈ આશ
રાખ બની હવે ઉડી રહી"પાગલ"લાગણીઓ

*ગોરધનભાઈ વેગડ* (પરમ પાગલ)

No comments:

Post a Comment