Thursday, 15 March 2018

અછાંદસ

ઠઠાડ તારા નામે...

તને વાંચતા આવડે છે?
તને તારી માતૃભાષા લખતા ફાવે છે?
તો કોઈ ફિકર નહીં.
તને કૈંક લખવાનો
કૈંક તારા નામે સાહિત્યિક લખાણ છપાવાનો
અને
તારા નામે કવિતા કે વાર્તા કે લેખ લખાય અને વંચાય એવો
અભરખો ખરો?
જો હા તો તારે કંઈ લખવાની જરૂરત નથી.
કોઈ નામાંકિતની સુખ્યાત કૃતિ લઈ
તારૂનામ લખી
એવા સામયિક સંપાદકને મોકલી આપ
જે ન હોય સંપાદક બનવાને લાયક
જેને ન હોય સંપાદન સાથે
સ્નાન સૂતકનો સંબંધ.
તારા અભરખા થશે સહજ સાધ્ય.
—રસિક દવે.

No comments:

Post a Comment