*જીવનમાં દુઃખ આવે ને ખરે છે તું,*
*જીવનનાં દુ:ખમાં કેવો તરે છે તું.*
*હૃદયમાં પ્રેમ રાખીને ફરે છે તું,*
*છતાં ખુદથી હજીયે શું ડરે છે તું?*
*વસે છે ઈશ તો તારા હૃદયમાં પણ,*
*અને મંદિરમાં જઇ દીવો કરે છે તું?*
*ભલે ના હોય તારી પાસ ખુદનું ઘર,*
*બધાના દિલ સમા આજે ઘરે છે તું.*
*ને સૌને રાખજે ખુદના જ માનીને,*
*પછી જો કેટલો તો નીખરે છે તું!*
*-ઉમેશ તામસે 'ધબકાર',*
*વ્યારા (તાપી)*
No comments:
Post a Comment