Thursday, 15 March 2018

ગઝલ

એક  અંજામ  સુધી  પહોંચાય છે,
જે   કહેવાનું  છે   તે  કહેવાય છે.

બંધ આંખે છુપાયેલ સપનાં  ઘણાં,
ગુપ્તતાં પ્રેમની ત્યાં જ સચવાય છે.

હોય તું જોજનો દૂર મારાથી પણ,
યાદ  તારી  મને  સાચવી  જાય છે.

બિંબ ઢાળ્યાં મેં તારા જ આકારનાં,
રૂપ  તારું  હવે  મુજમાં દેખાય છે.

લોકટોળું  ઘણું  હોય ના શું  ફરક!
આંગણે  બેઠાં  મોભીડા ચોપાય છે.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*ગાલગા /4*

No comments:

Post a Comment