Tuesday, 6 March 2018

ગઝલ

પૂષ્પ વિષે તું શું વિચારે છે ?
મ્હેક  ધીમે  ધીમે પધારે છે !

કોઈનું શિલ્પ આપણી અંદર
ટાંકણે  ટાંકણે   પ્રહારે   છે !

નાવમાં  ડૂબતી  કરે  નદીઓ
એ  ડૂબાડે ને એજ તારે છે !

એક એ ઓમકાર છે સઘળું
શબ્દ બાકી બધાં વધારે છે !

જિંદગી એક માત્ર સપનું છે
માત્ર  જુદા-જુદા  પ્રકારે   છે !

                _ભરત ભટ્ટ_

No comments:

Post a Comment