_આ જગા એવી છે કે ઝરણ પણ નથી_
_તે છતાં આપ ક્હેશો કે રણ પણ નથી_
_એ તરફ તીર તાકી ઊભા છે બધાં_
_એની સામે અહીંયા હરણ પણ નથી_
_જ્યારે જ્યારે મળો ત્યારે લાગો નવીનતમ_
_છે પરિચય પરંતુ સ્મરણ પણ નથી!_
_છે જમા પાસું ,આ વૃક્ષની ડાળખીઓ_
_બીજી બાજુ એ કે ,પરણ પણ નથી_
_પંડિતો ક્યાંક ભૂલા જ પડશે અહીં_
_આ ગઝલ છે ફકત વ્યાકરણ પણ નથી_
_*ભરત ભટ્ટ*_
No comments:
Post a Comment