Thursday, 15 March 2018

ગઝલ

ગઝલ.

દિલમાં કોને ઠાંસી ઠાંસી બેઠા છે?
માનવતાને ક્યાં ક્યાં નાખી બેઠા છે?

જીવનરસના રોજ કસોને ખેંચી ને,
ભાઈ ' સિદ્દીક' હાંફી હાંફી બેઠા છે.

ફોરમની તો વાત નથી પણ ફૂલોને,
ક્યાં ક્યાં, કોના માથે રાખી બેઠા છે?

પસ્તાયા ને રોયા,આંખો મસળીને,
પથ્થરને દિલ જ્યારે આપી બેઠા છે.

મૂર્તિ થી આ માણસ માણસ તૂટી જાય,
એવી સિયાસત એક એક પાળી બેઠા છે.

સિદ્દીક ભરૂચી

No comments:

Post a Comment