સઢને કાં સંકોરો માલમ!
વળશે પાછો દરિયો માલમ.
નાવ મળી છે કાગળ જાણે,
ફૂંકી ફૂંકી હાંકો માલમ.
દરિયાની ખારાશ નથી આ,
તારો છે પરસેવો માલમ.
સૂ સૂ કરતા સૂસવાટા છે,
જાતે પ્રગટી જાજો માલમ.
બનશે જો બે હાથ હલેસાં,
ભેળો રહેશે હરિયો માલમ.
© *જુગલ દરજી*
No comments:
Post a Comment