સહજ મળ્યું અજવાળું
ઉરમા ઉભરાતી ભરતી લો કેમ કરીને ખાળું ?!
અંધારે અડબડિયાં કેવાં હોય મને એ પૂછો ,
ડગમગ ડગ, ને પાછાં પગલાં હોય..એ ક્યાં ક્યાં લૂછો !
ચિનગારીની શોધ હતી ને સૂરજનું મુખ ભાળું ;
ઉરમાં ઉભરાતી ભરતી લો કેમ કરી હું ખાળું !
મન આનંદે, તન ઉમંગે, ભરતી છે ભીતરમાં ;
શબ્દોમાં ઢાળીને અવતારું કોરા કાગળમાં .
જળ સ્થળ બેઉ એકરૂપ થઈ મલકે છે મરમાળું ,
ઉરમાં ઉભરાતી ભરતી લો કેમ કરી હું ખાળું !!
નેહા પુરોહિત
No comments:
Post a Comment