*વૈરાગનું ગીત*
ત્યાગીને દુનિયા એ બન્યો છે વૈરાગી,
હારી થાકી 'સ્વ'ને સંબંધોથી ભાગી,
સંબંધ બધાં જોયાં પોતાનાં સ્વારથનાં,
જ્યાં બંધ મળ્યાં સૌનાં પોતાનાં જ અરથનાં,
અંતરનાં ઉંડાણે એવી અલ્લખ જાગી...ત્યાગીને●
બાકાત કરી લાલચ બાકાત કરી માયા,
સંસાર સમંદરથી તારી ખુદની કાયા,
ઘેરા અંધારાથી નવલી જ્યોતી માંગી...ત્યાગીને●
ભગવાં સઘળાં કપડાં ત્યાં હેમ નથી ખપનાં,
ઈશ, મંદિર જીવન ત્યાં શું ઈચ્છા શું સપના!
ભક્તીથી હૈયાને કરતાલ સુરે રાગી...ત્યાગીને●
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Thursday, 15 March 2018
ગીત
Labels:
ભાવિન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment