Thursday, 15 March 2018

ગઝલ

નિત પ્રભુને કર જોડી નમીએ
સુંદર વિચારો સદા માંગીએ

થોડું રડીએ થોડું હસીએ
જેમ રાખે પ્રભુ એમ રહીએ.

અંધ જનને હાથ આપીએ .
પુણ્ય નું કામ થોડું થોડું કરીએ..

મુઠી દાણા હસતા મુખે ,
પંખીઓને નિત પાણી પાવીએ....

અંશ કહે આપણું કાંઈ નથી,
ખાલી આવીએ ખાલી જઈએ...

અંશ ખીમતવી

No comments:

Post a Comment