Thursday, 15 March 2018

ગઝલ

કવિતા ન આવડે તો કાગળ બની જવાનું
ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું

આ જિન્દગી પૂરી થઈ પામ્યો નથી કશું હું
મુજ ભાગ્યમાં લખ્યું'તું નિષ્ફળ બની જવાનું

છે પ્રેમરોગ એવો જેની દવા મળે નહિ
પ્રેમી વિના ઘડીભર વિહવળ બની જવાનું

શ્રાવણ, અષાઢ મહિને જો મોર ક્યાંક બોલે
તો આપણે અચાનક વાદળ બની જવાનું

સૌનું ભલું કરીને ઇશ્વર ભજન કરો તો
જીવન તમારું આખું ઝળહળ બની જવાનું
-કેતન કાનપરિયા

No comments:

Post a Comment