Friday, 16 March 2018

ગીત

હું ને તું
જનમો જનમના તરસ્યા....
એકે જનમેં પણ ના વરસ્યા
             હું ને તું..... ..

સૂનું સૂનું હૈયું મારુ ...
પળે આ પળે વલખે તારું ...
એક નજર જોવા ને તરસ્યા
આંખે આંસુડે વરસ્યા....
              હું ને તું....

કોરું કોરું ચોમાસુ આ....
કોરૂ લાગે આ જોબન....
હો....લહેરકી સરખા ન સ્પર્શસ્યા  .....
     હું ને તું  જનમો.......

હું ને તું
જનમો જનમના તરસ્યા....
એકે જનમેં પણ ના વરસ્યા

અંશ ખીમતવી

No comments:

Post a Comment