Tuesday, 12 June 2018

અછાંદસ

તરસ, તૃષા, કસર

તૃષા ના રંગોને પૂછો નહિં,
કોઇ મૃગલી ને કંઠે બાંધેલી
તરસ ને પૂછો નહિ...
તમારા નૈનોની પ્યાલી માં
રંગીન ઉમંગો દેખાય મને,
પાગલ થઈ છે પ્યાસ
પૂછો નહિ...
મારી પ્રીતની નદી નાં જળ
થિજવી દિધાં છે પાનખરે,
પછી મને વેદના આપીને,
મારો સંગાથ પૂછશો નહી..
રાત આખી વિતી ગઈ
લખતાં કથા મારા ભીના સ્વપ્નો ની,
હવે આ પ્રહર ની વેળા એ
તમે સ્વપ્નો ની જાત પૂછશો નહીં...
અંજના ગાંધી (મૌનું)
મુંબઈ

No comments:

Post a Comment