તારાપણા ના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળુ
મૂક આયના ના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળુ
શાશ્વત મિલન થી તે સનાતન દુરતા ના સંભવોનુ આંધળું આકાશ છુ
નીશ્ચીતતા ના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કચાંથી મળુ
ભાંગ્યો ટુટ્યો અક્ષર છું સૌ સંકેત ના ચેહરા પર
હું ઝીણું ઝીણું ઝળઝળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કચાંકયાંથી મળુ
જળ છું વાદળ છું ભેજ છું
સતત મૃગજળ સુધી ભિનો જ છું
પાણી વિના ના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયા થી મળુ
અસ્તિત્વની ચારેતરફ ધસમસતા આ પુર વચ્ચે એક અડીખમ સ્તંભ છું
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાથી મળુ
- *રમેશ પારેખ*
No comments:
Post a Comment