હું તો આષાઢી આભનો ઉજાસ
ક્યાંક કશે મર્માળું ઝાખું ઉધડું ને વળી ક્યાંક રંગ છલકું મલ્હાર
મને હોવાનોય લાગે છે ભાર
હું તો આષાઢી આભનો ઉજાસ
ચાતકને કંઠેથી થઇને અભિસાર હું તો ચૂર ચૂર ટહૂકું
અંકાશ
દૂર દૂર બંધાતી વાદળી જોઉં ને
હૈયે ધોધમાર પલળ્યાની આશ
જો ! જો ! આથમણે ઉઘડ્યાં પલાશ
હું તો આષાઢી આભનો ઉજાસ
રોમ રોમ પલ્લવતો પેલ્લો વરસાદ એની નાભિમાં વાજંતી ઠેસ
નેવાંથી આરપાર એવી વીંધાઇ કે ભાન મને રયું ના લવલેશ
મને ભીનપનો લાગેલો પાશ
હું તો આષાઢી આભનો ઉજાસ
બલભદ્રસિંહ રાઠોડ
9/6/2018
Thursday, 14 June 2018
અછાંદસ
Labels:
બલભદ્રસિંહ રાઠોડ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment