Thursday, 14 June 2018

અછાંદસ

અર્થનિર્ધારણ કાવ્ય
February 4, 2012

સોનેરી છરી-કાંટા
ફૂલો
છાપેલાં
પાનખર ૪.૦૦ વાગે
બદામી
લીલું
લાલ
*****
પાણી ત્રિપાર્શ્વ
માંછલીમાં
ગેલે સળવળતી ભીંત
જગ્યા
*****
પવન અને વાજીંત્રો
સફેદ બારી
સોડમાં
*****
ગજરો અને કોડી
માલાબાર છોરી
એક રેખાચિત્ર માંસલ કૈરાલી નાર
*****
દેવદાસી
ઑલ્ટર બોય
અમેરિકન ઇન્ડીયા
*****
બ્યુટિપાર્લર અને દારૂખાનું
ઢીંગલામાં જાંબુડી દ્રષ્ટિ
કાળા મોજા
સૌંદર્યશાસ્ત્ર
ગુલાબી
ગુલાબી
*****
એક પારો ચોરસ
એક પારો ચોરસ
એક ભૂરી બોડીસ
બદામી ગજરો
અરીસો કબાટ
*****
ભૂરો ગુંબજ
ઊંચે શહેરી આકાશ
અતિદૂરી
*****
આકાશ દરિયો
હેંગીંગ ગાર્ડન
દારુ પીતો દેશી
રંગ બદલેલી આંખો
એકાકી
પરિસ્થિતિ
*****
કૂહાડો હળવો
લાકડું ભારી ભરખમ
*****
સફેદ છરીકાંટા
રણજીતરામ સૂવર્ણ ચંદ્ર અને કાવ્ય સંગ્રહ
પીળું
પીળું
રિક્ત કાન
*****
સરદારબેન્ડ
બધાં લાલ ટોપી પહેરે
લગન ઔપચારિકતા
લગન ઔપચારિકતા
લગન ઔપચારિકતા
કંટાળો
૧-૨૨થી૧-૨૫-૨૦૧૨
[ભાષા ઘડાયેલો પદાર્થ છે,ત્યાં દરેક ઉચ્ચારને અર્થ પ્રાપ્ત છે કે અપાયો છે અને તે દરેકને એક અથવા અનેક સંદર્ભ છે,અર્થ છે.શબ્દને વાક્ય બહાર સ્વક હયાતી છે,દા.ત.
કેવળ 'સાંજ'કે'ઉમર'શબ્દ કોરા કાગળ પર વચોવચ લખો તો પણ એ એકાકી શબ્દથી ઘણું બધું સમજાય છે, સમજાવું જોઈએ.આ અર્થનિર્ધારણ કે શબ્દોના ફફેરફાર કે અભિધા આ કાવ્યની લાક્ષણિકતા છે.શબ્દનું એકાકીપણું પણ વ્યાપકતા છે એને કોઈ સંગાથની આવશ્યકતા નથી પણ ટ્રેનમાં અડોઅડ બેઠેલાં કે અરસપરસ બેઠેલાં મુસાફર સમ,ઘણાપણાથી ભરેલાં છે,બે જણ અજાણ્યા હોવાં છતાં એમની વૈયક્તિતાથી સમૃધ્ધ છે,
ફરક માત્ર એટલો જ કે માણસ મૌન ધારીને પોતાને સંતાડે છે કે લુપ્ત રાખે છે,શબ્દ એવું કરી શકતા નથી.એવાં સાયુજ્ય શબ્દોની આ કવિતા છે અને કથની છેઃઅર્થનિર્ધારણ કાવ્ય.

                - હિમાંશુ પટેલ]

No comments:

Post a Comment