રૂપાંતર ***મહેન્દ્ર જોશી
આને સ્વતંત્રતા કહો કે આદત
ઘરની બારીઓ ખુલ્લી રાખવાની
તડકો વાછટ કે ઠંડો પવન આવે
એ તો ગમે
એમ લાગે કે જીવું છું
એમ તો જીવજંતુઓ પણ આવતા હશે જાણબહાર
પણ એક બિલાડો આવે મદમસ્ત રૂઆબી
ડીલે ચટાપટા, ઘાટી રૂવાંટી, તગતગતી આંખો
મારાથી ડર્યા વિના પહેલાં ખુરશી નીચે પછી ખુરશી ઉપર
દરવાજેથી આવતાં ઉંદર માટે
એક રમત શરૂ થાય .....
મને થાય કે
મારો રૂમ એક કચેરી છે
ખુરશી પરનો બિલાડો
એક રીઢો અમલદાર
અને
ઉંદર એક ગરીબડો અરજદાર.....
ને હું કેમેરાની આંખ..
આને કાવ્ય ના કહો તો ચાલે
કાવ્ય તો સુંદર હોવું જોઈએને?
Thursday, 14 June 2018
અછાંદસ
Labels:
મહેન્દ્ર જોશી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment