મ્રુણાલ ,હવે તો હદ થઈ ગઈ
સાલ્વા ડોર ડલીએ
ચીરેલી આંખમાથી
એક સ્વપ્ન બહાર નીકળ્યું ,
મૃઉણાલ, હવે તો હદ થઈ ગઈ
આ ગુજરતી કવિતાની
ગીત ગઝલ
નરસિંહ મીરાથી લબડેલી,લબદાયેલી,ઢીલીઢસ
શુરેશ દલાલ્ની વારસ
શુરેશ જોષિની સારગ્રાહી (સારસંગ્રાહક)બાળક,
હવે તો વળ
નવીભાતના ચણિયા પહેર,
નવાં નર્તન કર
મૃણાલ,તારી ગુજરતી કવિતા ઓથાર છે,
કે બની ગઈ ?
કે બનાવી દિધી ?
સિતાંશુભાઈને કહેજે સીંહ પર ચઢવાની જરૂર નથી
એ તો વાહન છે
ગર્જના કરવાની જરૂર છે.
એ નાદ છે.
કવિતાનો શબ્દ ગર્જના છે.
સુસવાટો છે. ફૂંફાડો છે. સૂરસૂરિયું નથી.
મ્રૂણાલ,ચાલ કવિતા નવી કરીએ.
એઝરા પાઉન્ડે કહ્યું છે એ અર્થમા નહીં.
નવ્ય મૂલ્યોમાં,નવાં પરિણામોમાં સ્વરૂપમાં,
ગજરાતી કવિતા સ્વરૂપાંતર ( મેટા મોર્ફોસિસ,કાફકા સ્વરમાં )માંગે છે.
વાંછે છે.
મૃણાલ, સિંહપર બ્રાની સાઈઝ વગરની દેવીઓ બેસે છે,
ડાલીએ ચીરેલી આંખમાંથી
અશ્રૂ નહીં (ય.ત્રિએ કહેલું)
સ્વપ્ન નીકળ્યું છે !
સ્વપ્ન જ સ્વરૂપાંતર છે .નવી ભાષા છે.
સ્વપ્ન નવ્ય આકાર છે, રંગો છે.
ઢોળાયેલાં છતાં સખત
સ્વપ્ન નવાં ઘડિયાળ છે,ઢોળાયેલાં ,રસળતાં
હમિંગ બર્ડ જેવાં મથ્યા કરતાં,
મ્રૂણાલ,હવે તો હદ થઈ ગઈ
તારી બદલાવાની તૈયારી જ નથી,
કેવી રીતે નવી બ્રા,નવી અન્ડર વેર
ને ચણિયાના નવા ડ્રેસ પહેરાવું,નવા તાલ અને ક્રિડન શીખવાડું ?
મૃણાલ,
મૃણાલ, હવે તો હદ થઈ ગઈ. ( ૫/૨૧/૨૧૧૮)
(ભાગ -૨)
મૃણાલ સાંભળ
સો વરસ પહેલાના એઝરા પાઉંડનેઃ
" તમારો અન્ત આવશે અણગમતો,"
મ્રૂણાલ,ગુજુ.વિવેચકો પૂંછડિયા ઊંદર છે.
રોજ સવારેપોતાને નગ્ન જૂએ છે
અને વિચારે છે રાત્રે પૂર્ણતઃ ખોવાઈ નથી ગયો.
આગલા દિવસના ઓથારથી સૂર્ય પણ ભારે છે,
તારૂં સમગ્ર કેવળ ઘટનાત્મક છે.
મૃણાલ સાંભળ
હવે તો હદ થી ગઈ.
એકગાન વગાડી ગાઈ આપણે ધરાશયી છીએ.એકમેકમાં
એકતાનતા આપણો વળગાડ છે.
મ્રુણાલ મ્રૂણલ
સાંભળ
ાઅપ્ણે વળી ગયાં છીએ કે બન્ને છેડા એકમેકમાં તૂટીપડ્યા છે
મૃણાલ,તું પલાંઠી વાળેલા બુધ્ધ જેવું કેવળ સ્થિર બેસી રહે છે.
અમિબા જેવું તૂટી જતાં શીખ,
એના મૂળમાંજ ગતિ છેએ,એના વિભાજનમાં નવ્ય ગતિ છે,જીવવું.
હવે યા હોમ અકરી આગળ કૂદવું નથી
ફતેહ ક્યાં છે ? મૃણાલ.
હવે તો હદ થઈ ગઈ.
તારી ગેરહાજરીમાં તને મળુ છું,
તારી વ્યર્થતામાં,
તું કોણ છું મ્રૂણાલ
તું કોણ છું મૃણાલ
મારી આંખોમાં જોજે મોટિ મળશે,ખોટાં અને ઉછેરેલાં
મૃણાલ મૃણાલ તારાં ઓથાર હવે અસહ્ય લાગે છે
ડાલિ ચિત્રો દોરવાનું ભૂલી ગયો છે
એથીતો એણે આંખ ચીરી હતી
મૃણાલ તારા ઓથાર બહાર નીકળ્યા છે
હવે તો હદ થઈ ગઈ.
(૫-૧-૨૦૧૮)
- હિમાંશુ પટેલ
No comments:
Post a Comment