ઉતારવા મોહરા ચહેરે અઘરા લાગે
પછી જીવતર આ કપરા લાગે.
રંગમંચે અભિનય સોલિડ લાગે
જીવતરે આ જરા! તરકટ લાગે.
અરીસા સઘળા ભાગી જવાના
વિના મોહરે ચહેરા અજાણ્યા લાગે.
ઓળખાણ ચહેરે ગૂમાવી છે ભારી
દોરવા ખુદના સ્કેચ દોહ્યલા લાગે.
નસીબે લખાયું આ નાટક ભારી "નીલ "
વિના મ્હોરે ચહેરા ખૂબ માંદલા લાગે.
નકલ ભળી છે નિયતિમાં જ લાગે
અસલ હવે તો જાણે ! અટકળ લાગે.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
રાણપર
તા.ભાણવડ
જિ.દેવભૂમિ દ્વારકા.
No comments:
Post a Comment