લાગણીઓને આમ આસુંઓમાં વહાવમાં,
સૌ ખુસ તો છો ને નીજના જીવન પ્રવાહમાં.
મારું તો શું? હું રેખા સમી કોરી કિતાબ છું,
આ લાગણીઓની બાબત સઘળી છે સવાલ માં.
જીવો સૌ સુખેથી એવા વિચારો છે મારા,
સહેજ જીવવાનું સાહસ આપી દો ને વહાલમાં.
આ સૌ ફરેબી દૂનીયા જોઈ છે મેં અનુભવોએ,
શિખવી દિધું છે સઘળું નિજની બની સલાહમાં.
સૌ સાર જીંદગીનો એક લીટીમાં હું કહું છું,
જીવો તો એવું જીવો લાગે કે ખુદની તરાહમાં.
દુઃખ દર્દ બહું સહ્યાં છે "મયુર" સ્વયં જીવને,
આ જીંદગીનો સારાંસ છે કોઈ એક નિગાહમાં.
મયુર દરજી
ડભોઈ
No comments:
Post a Comment