ગુસ્સો કરીશ નહિ ન!
13/06/2018
વાત તુજને સાચી બતાવું તો તું ગુસ્સો કરીશ નહિ ને!
બોલ! કહે તો વાંચી બતાવું તો તું ગુસ્સો કરીશ નહિ ને!
વિશ્વાસ છે આ તુજ પર સઘળી બીના બતાવી,
સહેજ વાંકી વાત સુનાવું તો તું ગુસ્સો કરીશ નહિ ને!
એવું કદાપિ લાગે તુજને દુઃખો બહું દઉ છું
આ ત્રાંસી આંખ બતાવું તો તું ગુસ્સો કરીશ નહિ ને!
અેવું નહિ સમજતી કે હું છું બહું નકારાત્મક,
દિલે લાગેલી આગ જગાવું તો તું ગુસ્સો કરીશ નહિ ને!
તારા સુખોને કાજે મારું જીવન છે અર્પણ,
"મયુર" સાચી રાહ બતાવું તો તું ગુસ્સો કરીશ નહિ ને.
મયુર દરજી
ડભોઈ
No comments:
Post a Comment