Thursday, 14 June 2018

ગઝલ

🙏🙏🙏શ્વાસ🙏🙏🙏

12/06/2018

શ્વાસ! રૂંધાયો! ગયો? હજીય આસ છે!
લાગે છે એના  દિલે  હજીય  શ્વાસ છે!

સૌ ખસો! સહેજ દૂર! જરા હવા વહેવા દો!
અરે! આ અટકેલ શ્વાસ કોની આસપાસ છે?

ઓહ! ક્યાંક રૂંધાયો! પણ કોનામાં ખબર નહી!
જાવ જટ! તપાસ કરો! એને કોની તલાસ છે!

અરે! શું કહ્યું? માત્ર બોત્તેર કલાક જ શ્વાસ છે!
ઓહ! કોઈ તો બોલો? એને કોની વ્હાલાસ છે!

એક મીઠી લહેરશી આવી! સ્હેજ દિલને એ પંપાડી!
ભેગા કર્યા જ્યાં શ્વાસો! તરત જ ભીનાસ છે!

તે પ્રાણ કેમ બચાવ્યા? તું દૂર થઈ જવાની!
કોને સહારે જીવું! આેહ! કેવા! અહેસાસ છે!

"મયુર" પ્રાણનું પંખીડું! ઊડતા બચી ગયુ છે!
નાહકનું એ બચી ગ્યું! હવે જીવતી લાસ છે!

મયુર દરજી
ડભોઈ

No comments:

Post a Comment