Sunday, 3 June 2018

ગઝલ

થયું શિક્ષણ પછી ખુદ એવુું તો જર્જર, ત્યજી દીધું!
નથી ભણવું કહી સૌ બાળકે દફ્તર ત્યજી દીધું!

કદી જેની એ પાળે આપણે બેઠાં હતાં સાંજે,
હજી હું એકલો બેસું, ન એ  સરવર ત્યજી દીધું!

ફક્ત મેં નામ તારું બાકી રાખ્યું છે ને એ ઉપરાંત,
મને ગમતું હતું જે કંઈ, બધું અક્સર ત્યજી દીધું!

ડર્યો ના સાંભળીને યુદ્ધમાં પડકાર દુશ્મનનો,
ઘા ખૂલ્લી છાતીએ મેં ઝીલવા બખ્તર ત્યજી દીધું!

એ રમતો રહેતો જેના છાંયડામાં બાળપણ આખું!
કપાવી ઝાડ એણે જાતે એ છત્તર ત્યજી દીધું!

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment