હર નવી કૂંપળમાં આવનારી વસંતનો અણસાર
મારો મ્હાયલો હરખાય રહ્યો તેથી જ અપરંપાર
આ ખરતા પર્ણો સમજી લે શુષ્ક યાદો છે તારી હવે
હવે એજ પોષણ છે મારું તારા સંસ્મરણોનો સંસાર
ને આ ઉમ્મીદ તો હજી બીજની જેમ જ ધૂંધવાય રહી
સમયે પ્રગટશે એ પથ્થર તોડીને પણ આરપાર
ઊર્મીઓમાં ઉગી રહી હજી એક નવતર આશ તાજી
નવો સૂરજ નવું ઝાકળ ને નવી નવી આ સવાર
ગીતો ગાઈ રહ્યા ગમતીલા પક્ષી બની સાજ નવતર
ધડકનમાં પણ પ્રગટ્યા રાગ કેદાર ને વળી મલ્હાર
હવે સાંભળ મધુર સૂર મારી છાતીએ તારો હાથ દઈ
શરણાઇનાં સ્વરમાં થયા ધડ્કનના નવા અવતાર
"પરમ"જીદ આ રુહની કોણ સમજી શક્યું છે અહીં
કોણ જાણે ક્યાં લઈ જશે આ"પાગલ"પન પારાવાર
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment