ગીત
---------
આ દુનિયા આમજ ચાલે છે.
-------------------------------
જોરે પૈસાના ચાલે છે
નાચે પૈસાના તાલે છે
આ દુનિયા આમજ ચાલે છે
આ દુનિયા આમજ ચાલે છે,
દુ:ખના વંટોળ પવન વેગે
સુખની હેલી પગ એક ભરે
દુ:ખ હરણ સમું દોડી આવે
સુખ કછવા ચાલે ચાલે છે
આ દુનિયા આમજ ચાલે છે
આ દુનિયા આમજ ચાલે છે,
ખોટે રસ્તે વર્ષા ધનની
સાચે રસ્તે પીડા મનની
સાચાના ભાગે નાકામી
ને ખોટા ફુલે ફાલે છે
આ દુનિયા આમજ ચાલે છે
આ દુનિયા આમજ ચાલે છે,
એક છપ્પન ભોગ આરોગે છે
ને બીજા ખાલી પેટે છે
ચંદન ધનવાન ને ભાલે છે
થપ્પડ ગરીબના ગાલે છે
આ દુનિયા આમજ ચાલે છે
આ દુનિયા આમજ ચાલે છે,
જે આવ્યો છે તે જાવાનો
"દિલદાર" ન ડર તું મૃત્યુથી
એ કાલ નથી તો આજે છે
એ આજ નથી તો કાલે છે
આ દુનિયા આમજ ચાલે છે
આ દુનિયા આમજ ચાલે છે.
દિલીપ ઠક્કર "દિલદાર"
No comments:
Post a Comment