પર્યાવરણની વાત છે વિચારજો,
વાતાવરણ પર ત્રાસ છે, વિચારજો,
આસ્ફાલ્ટના જંગલ અહીં ખડકી દીધાં,
કેવો ધરા પર વાર છે, વિચારજો.
વૃક્ષો કપાયા, કારખાના ધમધમ્યા,
ને, સૃષ્ટિ ત્રાહિમામ છે, વિચારજો!
જળ ક્યાં બિલોરી કાચ જેવું કે' રહ્યું?
ગંદી ગટર ઠલવાય છે વિચારજો!
ગાળી હવા લેવી પડે અહી શ્ચાસમાં!
સર્વત્ર હાહાકાર છે! વિચારજો!!!
પ્લાસ્ટિકના ઢગલા બધે દેખાય છે,
પર્યાવરણ વિસરાય છે, વિચારજો!!
ડો જિજ્ઞાસા ઓઝા
No comments:
Post a Comment