Thursday, 14 June 2018

ગઝલ

ધરમ ધ્યાન કરવાની ઈચ્છા હતી,
છૂરી મ્યાન કરવાની ઈચ્છા હતી !

તમે ના કહી તો કરી મેં ય ના,
સુરાપાન કરવાની ઈચ્છા હતી !

નિકટ આવતા એ જ અટકી ગયા,
જિગરજાન કરવાની ઈચ્છા હતી !

હતો હું ને હું આમનેસામને,
સમાધાન કરવાની ઈચ્છા હતી !

પ્રભુ કોણે આવા બનાવ્યા હશે,
દયાવાન કરવાની ઈચ્છા હતી !

કહો દાનમાં કેમ શબ આપીએ,
જીવતદાન કરવાની ઈચ્છા હતી !

-  *ભરત વિંઝુડા*

No comments:

Post a Comment