Thursday, 14 June 2018

ગઝલ

એક ક્ષણના જો બે ફાંટા થઈ જશે,
આપણાં આ ચહેરા ખુલ્લા થઈ જશે.

ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તાથઈ જશે.

તું પવનમાં આ ત્વચાને વહેતી કર,
પારદર્શક સાવ કાયા થઈ જશે.

આયનાની આ નદી સુકાતી રહી,
કેટલાં પ્રતિબિંબ કોરાં થઈ જશે.

શબ્દની આ તો સુરંગો જીવ લેણ,
પગ જરા મુકો તો ફુરચા થઈ જશે...

- મનોજ ખંડેરિયા

No comments:

Post a Comment