[6/9, 7:15 PM] bbjetpariya: અવધુ !
અવધુ ! ભાષા કૌન પદારથ ?
પશુ અને પંખી પણ પરખે પ્રેમ છે કે છે સ્વારથ...
અવધુ ! ભાષા વહી પદારથ.
અર્થભેદને આંતરી ખાલી આંખ ઈશારો કરતી ;
એ ભાષા પર દુનિયા આખી મન મૂકીને મરતી.
હવા બની સુંવાળી-સુગંધી, પ્રથમ પ્રહર પરહરતી !
રથ- રથીનો ભેદ ભૂલાવી બની રહે એ સ્વયમ્ ક્હાન કે પારથ...
અવધુ ! ભાષા વહી પદારથ...
સ્પર્શ-સ્વાદ ને કામ-મોક્ષ, જે મ્હોં -માથાથી બધુંબધ છે જાણે
સકળ બ્રહ્મ જઈ ઊભું રહે છે અકળ-અનૂઠી ભાષાના઼ ઠેકાણે
જડતી એ તો સિ઼જારવમાં, વરસાદ-સાગરે, કોઈ ગામઠી ગાણે...
બેક શબદનાં મૃગજળ-છળથી કોણે કીધું કે થઇ ગયો તું મ્હારથ..
અવધુ ! ભાષા કૌન પદારથ ?
- અનિલ વાળા
[6/9, 7:15 PM] bbjetpariya: અવધુ (શ્રેણી ગીતોમાંથી વધુ એક)
અવધુ ! જનમ જનમનાં ઋણી...
જાણો તો છે કપાસનું ફૂલ, કાંતો તો છે પુણી ...
અવધુ ! જનમ જનમનાં ઋણી...
માટીમાંથી મન બને ને માટીથી તલવાર,
માટી થાજે! તારે કરવો હો તારા પર વાર !
ના રાખીશ તું તારા ઉપર સ્હેજ લાગણી કૂણી..
અવધુ ! જનમ જનમનાં ઋણી...
લોહી લોહીમાં ફેર અને તું લોહી તણો વેપાર,
માથા પર જે છે તે તો છે કંઈ જન્મોનો ભાર...
શ્વાસ વડે સળગાવ સમયને, ધખાવ ભીતર ધૂણી ...
અવધુ ! જનમ જનમનાં ઋણી...
- અનિલ વાળા
No comments:
Post a Comment