Date: 5 Jun 2018
ગગન માં નાચી રહયા વાદળ ઋતુ વરસાદ ની આવી છે
વીજળી કહે તું લખ કાગળ ઋતુ વરસાદ ની આવી છે
કળા કરી આજે મોરલા ટહુકા કરે ને નાચી રહી છે ઢેલો
વિદાય લઈ રહ્યું પેલું ઝાકળ ઋતુ વરસાદ ની આવી છે
ખેતર માં વાવણી નવા રૂપરંગ માટે થનગને કેવી આજ
થનગની રહ્યા બળદો ને હળ ઋતુ વરસાદ ની આવી છે
શાંત સરોવરમાં લહેરો ખુશીની ઉછળી રહી કેવી જુવો
નદી વહેશે પાછી ખળખળ ઋતુ વરસાદ ની આવી છે
ધરતી પણ ખૂબ બેતાબ છે ચાદર હરિયાળી ઓઢવા
સૂરજ લાગે રતુબળો પડપડ ઋતુ વરસાદ ની આવી છે
વન વગડા ની વનરાઈ ઓ મૌન નાચી રહી છે મોજ થી
મેઘધનુષ નિરખવો છે હરપળ ઋતુ વરસાદની આવી છે
વિનોદગર બી ગુસાઈ મૌન
રાપર વાગડ કચ્છ
No comments:
Post a Comment