ભક્તો ની ભક્તિ માં થોડીક કસર લાગે છે
પ્રભુ પર એટલે ક્યાં એની અસર લાગે છે
ભક્તો ની ભીડ જોઈ એટલી મંદિર માં કે
પ્રભુ સમીપ જવાની સરળ ડગર લાગે છે
પાપ ધોવા ટોળા ઉમટ્યા ગંગા તટ પર
ચોખું પાણીજ છે વાતથી બેખબર લાગે છે
બધા તીર્થ સ્થાનો જોયા પછી એવું લાગ્યું
તું બીજે ક્યાંય નથી મારી ભીતર લાગે છે
સહેજ નમ્યો ને માના ચરણ ને સ્પર્શ કર્યો
બસ ત્યાર થી ઊંચો તારો ગબ્બર લાગે છે
એકલું ખુબ સુરત ફૂલ જોઈ ને તૂટી પડે છે
મૌન માણસ ની બહુ ખરાબ નજર લાગે છે
વિનોદ બી ગુસાઇ “મૌન”
રાપર વાગળ કચ્છ
No comments:
Post a Comment