Wednesday, 13 June 2018

અછાંદસ

સિમેન્ટનાં જંગલ વચ્ચે
એક વન માણસ હૈયે ઉછરે તો કેવું!
આ કાળીભમ્મર સડકો વચ્ચે
આ કદમોને એક કૂંપણ સ્પર્શે તો કેવું!
માળ પર માળ ભલે ચણાયા કરે
બિલ્ડીંગ ફરતે બે ચાર વૃક્ષ ઉગે તો કેવું!
આલિશાન મહેલમાં રહેતો માણસ
પશુ પક્ષીનું ઘર છે વન- સમજે તો કેવું!
હર્યુંભર્યું જીવતર હમેંશા ઇચ્છતો
હરિયાળી ચોતરફ ફેલાવે તો કેવું!
દોડવા રસ્તા સપાટ અને લીસાં ઇચ્છતો
લીલા વન જગતે ઇચ્છે તો કેવું!
આ રોપ માનવ "નીલ " પ્લાસ્ટિક થાય એ પહેલાં
બે પાંદડે ઉગી લીલોછમ થાય તો કેવું!

રચના:નિલેશ બગથરિયા
             "નીલ "
રાણપર
તા.ભાણવડ
જિ.દેવભૂમિ દ્વારકા.

No comments:

Post a Comment