હું પુષ્પ
કાંટાની વચ્ચે હસતું લાગતું હોવા છતાં ડાળી થી જુદા કરો ત્યારે
ચિત્કારી , ચીસ પાડું છું સાંભંળો છો ક્યાં!!
છુટા પડવા ના દર્દ ને તમે સુગંધ કહો છો ,
મલકે છે પૂજારી ,
પૂજાની થાળી માં મુંજાવ છું હું,
જોઈ સોઇ ની ધાર મારા કાંટા સાંભર્યા ,
વીંધાણું હું સોહી થી દોરી મા લટક્યું,
ગલી ગલી નજર નજર શોધું તૂટેલી ડાળને,
વિતાવેલ કાંટા ની સોબત માં મારે
ભળવું છે.
મારે ભમરા ની પાંખે સંતાવું છે.
યોગેશ વ્યાસ
No comments:
Post a Comment