તન ગોકુળમાં ઝાલર વાગી ,
મન મથુરામાં સૂંતી જાગી .
માયા મનથી છૂટી જાણે ,
વાડામાંથી ગાયો ભાગી .
આવું ના આ તનમાં પાછી ,
જાણે વનમાં જ્વાળા લાગી .
નાભિકમળમાં સુરતા ઠેરી ,
હું પદ કેરા કજિયા ત્યાગી .
"ચાતક" તો ના સમજે સ્હેજે ,
કેવો છે આ જન કમભાગી ?
ગફુલ રબારી "ચાતક" .
No comments:
Post a Comment