શંકા કરીને પૂછમા, શું હાલચાલ છે?
પગલાં અઢીની મદભરી શતરંજી ચાલ છે
સઘળું પ્રતિબિંબીત થતું મારામાં અેટલે
દર્પણની સાથે ગાઢ પ્રણય અાજકાલ છે
સિંદૂર શું અડ્યું, કે ઇમારત ચણાઇ ગઇ
ઇશ્વર થવાના ફાયદાયે બેમિસાલ છે
તલવાર જેમ શબ્દ ધારદાર ભલે હો
પીઠે અમારી મૌન, કસાયેલ ઢાલ છે
લીલપ બધીઅે ડાળીઅોની ખેરવી લીધી
માટે જ પાનખર સદાયે પાયમાલ છે
જગદીપ.
No comments:
Post a Comment