ડૂબી રહ્યો છું તાર કે હું ગર્વ લઈ શકું
એવી રીતે ઉગાર કે હું ગર્વ લઈ શકું
મુજને નમાવનાર નમાવે ભલે મને
સામે હો તરા દ્વાર કે હું ગર્વ લઈ શકું
જિવાડ એ રીતે કે ઈર્ષા કરે જગત
મારે તો એમ માર કે હું ગર્વ લઈ શકું
કહે છે બધા કે નાવ આ ડૂબી જશે રફીક
એને કરી દે પાર કે હું ગર્વ લઈ શકું
: રફીક હમીદાણી
No comments:
Post a Comment